-->

સાવધાન! તમારું આધાર કાર્ડ કોઈ બીજું તો નથી વાપરતું ને? મોબાઈલમાં જ 2 મિનિટમાં ચેક કરો આખો ઇતિહાસ



કેમ છો મિત્રો! Latest updateમાં તમારું સ્વાગત છે.
યાર, આજકાલ બેંકમાં નવું ખાતું ખોલાવવું હોય, મોબાઈલનું નવું સિમ કાર્ડ લેવું હોય, જમીનનો દસ્તાવેજ કરવો હોય કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય... બધે જ આપણું આધાર કાર્ડ માંગવામાં આવે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે દુકાનદાર કે એજન્ટને આધાર કાર્ડની ઝેરોક્ષ કે તમારો થમ્બ (અંગૂઠો) આપ્યો છે, તેનો કોઈ ખોટો ઉપયોગ તો નથી કરી રહ્યું ને? રોજેરોજ આધાર કાર્ડના ફ્રોડના નવા કિસ્સા સામે આવે છે. તમારા નામ પર કોઈ બીજાએ સિમ તો નથી લીધું ને? કે કોઈએ તમારા બેંક ખાતામાંથી પૈસા તો નથી ઉપાડી લીધા ને?
આ બધું જ તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી ચેક કરી શકો છો. ચાલો કોઈ ગોળ-ગોળ વાતો કર્યા વગર સીધી જ રીત સમજી લઈએ કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે.

મોબાઈલથી આધાર કાર્ડનો ઇતિહાસ કેવી રીતે ચેક કરવો? (સાવ સહેલી રીત)

તમારે કોઈ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી, બસ ફોનમાં આટલું કરો:
સ્ટેપ ૧: સૌથી પહેલા ગૂગલ ખોલીને સરકારની ઓફિશિયલ વેબસાઈટ myaadhaar.uidai.gov.in પર જાવ.
સ્ટેપ ૨: ત્યાં 'Login' બટન પર ક્લિક કરીને તમારો આધાર નંબર નાખો પછી તમારા મોબાઈલ પર જે OTP આવે તે નાખીને લોગીન કરો.
સ્ટેપ ૩: હવે તમારી સામે ઘણું બધું ખુલશે, તેમાં "Aadhaar Authentication History" (આધારના ઉપયોગનો ઇતિહાસ) વાળા ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ ૪: અહીં તમારે તારીખ પસંદ કરવાની છે (તમે એકસાથે છેલ્લા ૬ મહિનાનો રેકોર્ડ જોઈ શકો છો) અને નીચે 'Fetch' બટન પર ક્લિક કરો.

બસ! તમારી સામે આખું મોટું લિસ્ટ આવી જશે. આ લિસ્ટમાં ચોખ્ખું લખેલું હશે કે કઈ તારીખે, કેટલા વાગે અને કઈ બેંક કે કંપનીમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ (OTP કે અંગૂઠા દ્વારા) થયો છે.


જો લિસ્ટમાં કોઈ ખોટી એન્ટ્રી દેખાય તો શું કરવું? (ખાસ વાંચો)

જો તમે લિસ્ટ ચેક કરતા હોવ અને અચાનક એવી કોઈ જગ્યા કે બેંકનું નામ દેખાય જ્યાં તમે ક્યારેય ગયા જ નથી! તો સમજી લેવું કે લોચો છે. આવા સમયે ગભરાવાની જરૂર નથી, બસ આ 2 કામ તાત્કાલિક કરી લો:

અંગૂઠો (Biometrics) લોક કરી દો: તરત જ એ જ વેબસાઈટ પર પાછા જઈને "Lock/Unlock Biometrics" નો ઓપ્શન પસંદ કરો અને તેને લોક કરી દો. આનાથી તમારું આધાર સેફ થઈ જશે અને કોઈ હેકર તમારો અંગૂઠો વાપરીને કંઈ જ નહિ કરી શકે. જ્યારે તમારે પોતાને કામ હોય ત્યારે જ મોબાઈલથી તેને અનલોક કરવાનું.

હેલ્પલાઈન પર ફોન કરો: તરત જ ભારત સરકારના આધાર વિભાગના ટોલ-ફ્રી નંબર 1947 પર ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી દો.

Bhai ની 2 ગોલ્ડન ટિપ્સ (ફ્રોડથી બચવા):

૧. ઝેરોક્ષ આપો ત્યારે કાળજી રાખો: જ્યારે પણ કોઈને આધાર કાર્ડની ઝેરોક્ષ આપો, ત્યારે તેના પર પેનથી તારીખ અને કયા કામ માટે આપ્યું છે તે લખીને નીચે તમારી સહી કરી દેવી. (દા.ત. લખી દેવું કે "Only for Jio SIM Card"). આનાથી એ ઝેરોક્ષનો બીજે ક્યાંય દુરુપયોગ નહિ થાય.

૨. ગમે ત્યાં OTP ન આપો: અજાણ્યા નંબર પરથી ફોન આવે અને આધાર કાર્ડનો OTP માંગે તો કોઈ સગા ભાઈને પણ ન આપવો!
તો દોસ્તો, ડીજીટલ જમાનામાં થોડીક સાવચેતી તમારા બેંકના પૈસા અને આબરૂ બંને બચાવી શકે છે. આજે જ ફ્રી ટાઈમ કાઢીને તમારું અને તમારા ઘરના વડીલોનું આધાર કાર્ડ ક્યાં વપરાયું છે તે એકવાર જરૂર ચેક કરી લો.

આ માહિતી ગુજરાતના દરેક ઘર અને દરેક નાગરિકના ફોનમાં હોવી જોઈએ. તો અત્યારે જ આ લેખની લિંક કોપી કરીને તમારા ફેમિલી અને મિત્રોના WhatsApp ગ્રુપમાં શેર કરી દો, જેથી તેઓ પણ ફ્રોડથી બચી શકે. આવી જ કામની, સાચી અને 100% દેશી માહિતી માટે તમારા પોતાના Latest update બ્લોગની મુલાકાત લેતા રહેજો. આભાર!

Post a Comment

2 Comments