આધાર સાથે લિંક મોબાઈલ નંબર ભૂલી ગયા? ઘરે બેઠા જાણો સરળ પ્રોસેસ – Aadhaar Mobile Verification Guide

કેમ છો મિત્રો, latest updateમાં તમારું સ્વાગત છે.
આજના જમાનામાં આધાર કાર્ડ વગર પાંદડું પણ નથી હાલતું! બેંકમાં ખાતું ખોલાવવું હોય, ગેસની સબસિડી જોઈતી હોય, પાન કાર્ડ (PAN) લિંક કરવું હોય કે પછી નવું સીમકાર્ડ લેવું હોય... બધે જ આધાર કાર્ડ જોઈએ. પણ સૌથી મોટો લોચો ક્યારે પડે છે? જ્યારે આધારનું 'OTP' આવે!
ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે વર્ષો પહેલા આધાર કાર્ડ કઢાવ્યું ત્યારે કયો મોબાઈલ નંબર આપ્યો હતો. કદાચ એ નંબર હવે બંધ થઈ ગયો હોય કે ખોવાઈ ગયો હોય. જો તમે પણ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક છે, તો હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આજે હું તમને સાવ સહેલી અને 100% સુરક્ષિત રીત બતાવવાનો છું, જેનાથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ ચેક કરી શકશો.
આધાર સાથે લિંક નંબર કેવી રીતે ચેક કરવો? (સાવ સહેલી રીત)
કોઈના પણ ધક્કા ખાધા વગર, સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે આસાનીથી જાણી શકો છો:સૌથી પહેલા તમારા મોબાઈલમાં ગુગલ ખોલીને myaadhaar.uidai.gov.in સર્ચ કરો.
આ વેબસાઈટ ખૂલે એટલે નીચે થોડા સ્ક્રોલ કરશો તો "Verify Email/Mobile" નામનો એક ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
હવે ત્યાં તમારો ૧૨ આંકડાનો આધાર નંબર નાખો અને નીચે જે મોબાઈલ નંબર પર તમને શંકા હોય (કે કદાચ આ મારો જૂનો નંબર લિંક હશે), તે નંબર નાખો.
છેલ્લે બોક્સમાં દેખાતો Captcha કોડ નાખીને 'Send OTP' બટન પર ક્લિક કરો.
જો એ જ નંબર લિંક હશે, તો સ્ક્રીન પર લીલા કલરથી લખાઈને આવી જશે કે "The mobile number you have entered is already verified". અને જો નંબર ખોટો હશે, તો લાલ અક્ષરે એરર આવશે.

• ૨. ત્યાં જઈને આધાર અપડેટનું એક નાનું ફોર્મ ભરો.
હવે ત્યાં તમારો ૧૨ આંકડાનો આધાર નંબર નાખો અને નીચે જે મોબાઈલ નંબર પર તમને શંકા હોય (કે કદાચ આ મારો જૂનો નંબર લિંક હશે), તે નંબર નાખો.
છેલ્લે બોક્સમાં દેખાતો Captcha કોડ નાખીને 'Send OTP' બટન પર ક્લિક કરો.
જો એ જ નંબર લિંક હશે, તો સ્ક્રીન પર લીલા કલરથી લખાઈને આવી જશે કે "The mobile number you have entered is already verified". અને જો નંબર ખોટો હશે, તો લાલ અક્ષરે એરર આવશે.

જો નંબર લિંક ન હોય અથવા નવો નંબર નાખવો હોય તો શું કરવું?
ઘણા લોકો યુટ્યુબ પર ફેક વિડીયો બનાવે છે કે ઘરે બેઠા ઓનલાઈન આધારમાં નંબર બદલી શકાય. ભાઈઓ, આ વાત તદ્દન ખોટી છે! સુરક્ષાના કારણોસર તમે ઓનલાઈન જાતે મોબાઈલ નંબર બદલી શકતા નથી.જો તમારે નવો નંબર લિંક કરવો હોય, તો તમારે એક જ વાર આટલું કરવું પડશે:
• ૧. તમારા નજીકના આધાર કેન્દ્ર (Aadhaar Center), પોસ્ટ ઓફિસ કે સરકારી બેંકમાં જાવ.• ૨. ત્યાં જઈને આધાર અપડેટનું એક નાનું ફોર્મ ભરો.
• ૩. તમારો અંગૂઠો કે આંખ (બાયોમેટ્રિક) સ્કેન કરવામાં આવશે અને ખાલી ૫૦ રૂપિયા સરકારી ફી ભરવી પડશે.
• ૪. બસ કામ પૂરું! કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહિ પડે. ૭ થી ૧૦ દિવસમાં તમારો નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.
Bhai ની ખાસ ચેતવણી (Security Warning)
આધાર કાર્ડની ઓફિસ (UIDAI) માંથી ક્યારેય કોઈનો ફોન આવતો નથી. જો કોઈ તમને ફોન કરીને કહે કે "હું આધાર ઓફિસથી બોલું છું, તમારું કાર્ડ અપડેટ કરવાનું છે, OTP આપો", તો ભૂલથી પણ ન આપતા, સીધા એકાઉન્ટ ખાલી થઈ જશે!સાઈબર કાફેમાં કે કોઈ અજાણ્યા માણસના કોમ્પ્યુટરમાં તમારો આધાર નંબર નાખતી વખતે પૂરતું ધ્યાન રાખવું.
લોકોના મનમાં થતા સવાલોના સીધા જવાબો:
સવાલ: શું આધારમાં મોબાઈલ નંબર ચેક કરવાના કોઈ પૈસા લાગે છે?જવાબ: ના ભાઈ, આ ઓનલાઈન ચેક કરવાનું કામ 100% ફ્રી છે.
સવાલ: મારે આધાર કાર્ડમાં સરનામું બદલવું હોય તો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે?
જવાબ: હા બિલકુલ! જો નંબર લિંક હશે તો જ તમારા મોબાઈલ પર OTP આવશે અને તો જ તમે ઘરે બેઠા ઓનલાઈન સરનામું કે જન્મતારીખ બદલી શકશો.
તો મિત્રો, છે ને એકદમ સહેલું કામ? તમારું આધાર કાર્ડ અત્યારે જ કાઢો અને ચેક કરી લો કે કયો નંબર લિંક છે.
આ માહિતી તમારા ઘરના તમામ સભ્યો અને ખાસ કરીને વડીલો માટે બહુ જ ઉપયોગી છે. તો અત્યારે જ આ આર્ટિકલની લિંક કોપી કરીને તમારા ફેમિલી અને મિત્રોના WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો. આવી જ કામની, સાચી અને 100% દેશી માહિતી માટે તમારા પોતાના Latest update બ્લોગની મુલાકાત લેતા રહેજો. આભાર!
0 Comments