-->

પાસપોર્ટ રેડી રાખો! ભારતીયો માટે 10 વિઝા ફ્રી દેશો / Top 10 Visa Free Countries for Indians

પાસપોર્ટ રેડી રાખો! આ 10 સુંદર દેશોમાં વિઝાની મગજમારી વગર કરી આવો વિદેશ યાત્રા



વિદેશ ફરવા જવાનું સપનું કોને નથી હોતું? પણ જ્યારે વિઝા માટે એમ્બેસીના ધક્કા ખાવાની કે લાંબી કાગળિયાની પ્રોસેસની વાત આવે, ત્યારે આપણો અડધો ઉત્સાહ ત્યાં જ પૂરો થઈ જાય છે. ખરું ને?

પણ જો હું તમને એમ કહું કે હવે વિઝાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો? જી હા, આપણો ભારતીય પાસપોર્ટ હવે એટલો મજબૂત બની ગયો છે કે દુનિયાના કેટલાક ખૂબ જ સુંદર દેશો આપણને સામેથી આવકારે છે. તમારે બસ ફ્લાઇટની ટિકિટ બુક કરવાની છે અને ક્યાં-ક્યાં ફરવું છે તેનું લિસ્ટ બનાવવાનું છે.

તો ચાલો આજે વાત કરીએ એવા 10 દેશો અને ત્યાંની પ્રખ્યાત જગ્યાઓ વિશે, જ્યાં ભારતીય પાસપોર્ટ ધારકો વિઝાની ઝંઝટ વગર મુસાફરી કરી શકે છે:
ભૂતાન - ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટ્રી (Tiger's Nest Monastery)

૧. ભૂતાન (Bhutan)

જો તમારે શહેરી ઘોંઘાટથી દૂર એકદમ શાંતિ અને પ્રકૃતિની વચ્ચે સમય વિતાવવો હોય, તો આપણો પાડોશી દેશ ભૂતાન બેસ્ટ છે.

ફરવા લાયક જગ્યાઓ:

ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટ્રી (પહાડ પર આવેલું અદભુત બૌદ્ધ મંદિર, ભૂતાનના સૌથી પ્રખ્યાત અને પવિત્ર સ્થળ, પહાડ પર બનેલી ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટ્રીનો છે. તે દૂરથી પણ અદભુત લાગે છે), પુનાખા ઝોંગ અને રાજધાની થિમ્પુ.

આ કંબોડિયાની સૌથી પ્રખ્યાત જગ્યા અંકોરવાટ (Angkor Wat) નું મંદિર છે.

૨. કંબોડિયા (Cambodia)

ઇતિહાસ અને જૂના મંદિરોના શોખીન છો? તો આ દેશ તમારા માટે જ છે.
ફરવા લાયક જગ્યાઓ:
અંકોરવાટનું મંદિર (જે દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે, તે જોવાનું ચૂકવા જેવું નથી!), સિએમ રીપ સિટી અને રાજધાની નોમ પેન.
બાલીનું પ્રખ્યાત 'ઉલુન દાનુ બેરાતન મંદિર' (Ulun Danu Beratan Temple)

૩. ઇન્ડોનેશિયા (Indonesia)

સુંદર દરિયાકિનારા, નાઈટલાઈફ અને મજા કરવા માટે ઇન્ડોનેશિયા ભારતીયોનું ફેવરિટ ડેસ્ટિનેશન છે.
ફરવા લાયક જગ્યાઓ:
બાલી (અહીંના બીચ અને મંદિરો તો ક્યાય નહિ મળે!), નુસા પેનિડા ટાપુ અને ઉબુદ.

માસાઈ મારા નેશનલ રિઝર્વ (Maasai Mara National Reserve, Kenya)

૪. કેન્યા (Kenya)

વાઇલ્ડલાઇફ અને જંગલ સફારીનો અસલી રોમાંચ અનુભવવો હોય તો કેન્યા પહોંચી જાવ.
ફરવા લાયક જગ્યાઓ:
માસાઈ મારા નેશનલ રિઝર્વ (અહીં સિંહ અને અન્ય પ્રાણીઓને ખુલ્લામાં ફરતા જોવા એ લહાવો છે!), નૈરોબી શહેર અને માઉન્ટ કેન્યા.
માલદીવ (Maldives) પ્રખ્યાત ઓવરવોટર વિલા અને કાચ જેવા ચોખ્ખા દરિયાના પાણીને જોઈ શકો છો.

૫. માલદીવ (Maldives)

વોટર વિલા, એકદમ ભૂરો દરિયો અને શાંતિ. રોમેન્ટિક ટ્રીપ કે હનીમૂન માટે માલદીવનું નામ સૌથી પહેલા આવે છે.

ફરવા લાયક જગ્યાઓ:

માલે સિટી, માફુશી આઇલેન્ડ અને બનાના રીફ (સ્કુબા ડાઇવિંગ માટે બેસ્ટ).
આ મ્યાનમારનું 'બાગાન' (Bagan) છે.

૬. મ્યાનમાર (Myanmar)

પેગોડા (બૌદ્ધ મંદિરો) અને સુંદર સંસ્કૃતિથી ભરેલો આ દેશ બજેટ ફ્રેન્ડલી ટ્રીપ માટે સારો ઓપ્શન છે.

ફરવા લાયક જગ્યાઓ:

બાગાન (જ્યાં હજારો વર્ષ જૂના મંદિરો છે), યાંગોન શહેર અને ઇન્લે લેક.
કાઠમંડુ (પ્રખ્યાત પશુપતિનાથ મંદિર)

૭. નેપાળ (Nepal)

હિમાલયના પહાડો જોવા હોય કે મહાદેવના દર્શન કરવા હોય, નેપાળ તો આપણે ગમે ત્યારે જઈ શકીએ છીએ.

ફરવા લાયક જગ્યાઓ:
કાઠમંડુ (પ્રખ્યાત પશુપતિનાથ મંદિર), સુંદર પોખરા શહેર અને અન્નપૂર્ણા બેઝ કેમ્પ.

૮. કતાર (Qatar)



જો તમારે મિડલ ઇસ્ટની લક્ઝરી, મોટી મોટી ઇમારતો અને મોર્ડન સિટી લાઈફની મજા લેવી હોય તો કતાર બેસ્ટ છે.
ફરવા લાયક જગ્યાઓ:
દોહા સિટી, સૂક વાકિફ (પરંપરાગત અરબી માર્કેટ) અને ધ પર્લ-કતાર.

૯. શ્રીલંકા (Sri Lanka)


આપણા દેશની સાવ નજીક આવેલો આ દેશ તેના સુંદર બીચ, ચા ના બગીચા અને રામાયણ સાથે જોડાયેલા ઇતિહાસ માટે જાણીતો છે.

ફરવા લાયક જગ્યાઓ
સિગિરિયા રોક, કેન્ડી શહેર (બુદ્ધનું દાંતનું મંદિર), નુવારા એલિયા અને કોલંબો.
ફી ફી આઇલેન્ડ (Phi Phi Islands)

૧૦. થાઇલેન્ડ (Thailand)

મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો થાઇલેન્ડથી સસ્તું અને સારું બીજું શું હોઈ શકે?

ફરવા લાયક જગ્યાઓ:
બેંગકોક, ફૂકેટ, પટ્ટાયા અને ફી ફી આઇલેન્ડ (Phi Phi Islands).

ભાઈઓ, જતા પહેલા એક નાનકડી વાતનું ધ્યાન રાખજો...
સોશિયલ મીડિયા પર 'વિઝા-ફ્રી' સાંભળીને સીધા બેગ પેક કરીને એરપોર્ટ પર ન પહોંચી જતા! આમાંથી અમુક દેશો એવા છે જ્યાં તમારે સાચે જ કોઈ વિઝા નથી જોઈતા, પણ અમુક દેશોમાં 'વિઝા ઓન અરાઈવલ' (Visa on Arrival) એટલે કે ત્યાં પહોંચીને એરપોર્ટ પરથી જ વિઝા લેવાના હોય છે. અથવા તો જવાના થોડા દિવસ પહેલા ઓનલાઈન એક નાનું ફોર્મ (e-Visa કે ETA) ભરવાનું હોય છે જે મિનિટોમાં એપ્રુવ થઈ જાય છે. એટલે ટિકિટ બુક કરતા પહેલા જે-તે દેશની ઓફિશિયલ વેબસાઈટ પર લેટેસ્ટ નિયમો એકવાર ચોક્કસ ચેક કરી લેવા.

તો બોલો, આ 10 માંથી કયા દેશમાં અને કઈ જગ્યાએ જવાનો પ્લાન બનાવો છો? તમારું ફેવરિટ ડેસ્ટિનેશન કયું છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો! અને હા, જેની સાથે તમારે વિદેશ ફરવા જવું હોય તેવા મિત્રો કે પરિવારજનોને આ માહિતી શેર કરવાનું ભૂલતા નહિ.

Post a Comment

1 Comments