તમે ક્યારેય કોઈ બુક નથી વાંચી? તો આ 5 ગુજરાતી પુસ્તકો તમને વાંચનના પાક્કા શોખીન બનાવી દેશે
કેમ છો મિત્રો! Latest Update માં તમારું સ્વાગત છે.
શું તમને પણ એવું થાય છે કે મોબાઈલ થોડીવાર સાઈડમાં મૂકીને કોઈ સારી ચોપડી વાંચીએ? પણ પ્રોબ્લેમ એ છે કે બુક હાથમાં લઈએ એટલે થોડા પાના વાંચીને કંટાળો આવવા લાગે છે અને ઊંઘ આવવા માંડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ભૂલ તમારી નથી પણ ચોપડીની પસંદગીની છે!
જો તમે જિંદગીમાં ક્યારેય કોઈ આખી બુક નથી વાંચી, તો આજે હું તમને એવી 5 મસ્ત ગુજરાતી બુક્સ વિશે બતાવીશ જે તમને વાંચનના પાક્કા શોખીન બનાવી દેશે. આ ચોપડીઓ પકડ્યા પછી તમે એને પૂરી કર્યા વગર મૂકી નહિ શકો!
ચાલો જોઈએ એ 5 પુસ્તકો કયા છે:
૧. મહોતું (લેખક: રામ મોરી)
જો તમને આજના જમાનાની વાતો ગમતી હોય અને સાથે કાઠિયાવાડી માટીની મહેક જોઈતી હોય, તો આ પુસ્તક તમારા માટે બેસ્ટ છે. આમાં સાવ નાની-નાની પણ સીધી હૃદયમાં ઉતરી જાય તેવી વાર્તાઓ આપેલી છે. ખાસ કરીને આજના યુવાનોને આ બુકની સંવેદનાઓ બહુ જ પસંદ આવશે.
૨. દસ પાગલ (લેખક: જશુરાજ)
જો તમને સસ્પેન્સ અને થ્રિલર પિક્ચરો જોવાનો શોખ હોય અને એવા જ રોમાંચથી વાંચવાની શરૂઆત કરવી હોય, તો આનાથી બેસ્ટ કઈ નહિ!. સ્ટોરી કંઈક એવી છે કે પાગલખાનામાંથી 10 દર્દીઓ ભાગી જાય છે અને પોલીસ તેમની પાછળ પડે છે. આ બુક તમને પહેલા પેજથી લઈને છેલ્લે સુધી શ્વાસ અધ્ધર કરીને જકડી રાખશે.
૩. પીળા રૂમાલની ગાંઠ (લેખક: હરકિસન મહેતા)
ક્રાઈમ અને સસ્પેન્સના બાદશાહ એટલે હરકિસન મહેતા! સસ્પેન્સ નવલકથાના શોખીનો માટે આ પુસ્તક એકદમ શ્રેષ્ઠ છે. એમની લખવાની સ્ટાઈલ એટલી સાદી અને સરળ છે કે કોઈ નવો માણસ પહેલીવાર વાંચવા બેસે તો પણ ફટાફટ અને પૂરા રસથી આખી બુક ખેંચી કાઢે.
૪. ડૉક્ટરની ડાયરી (લેખક: ડૉ. શરદ ઠાકર)
ઘણા લોકોને ખોટી કાલ્પનિક વાર્તાઓ કરતા સાચી ઘટનાઓ વાંચવી વધુ ગમતી હોય છે. આ બુકમાં એક ડૉક્ટરના દવાખાને આવતા દર્દીઓની સાચી અને હૃદયસ્પર્શી વાતો લખેલી છે. ૧૦-૧૨ પેજની એક નાનકડી વાત, પણ પહેલા જ પ્રકરણથી તમે આ બુકના પ્રેમમાં પડી જશો.
૫. તણખા મંડળ - ભાગ ૧ (લેખક: ધૂમકેતુ)
મોટી ૫૦૦-૫૦૦ પેજની નવલકથાઓ જોઈને જ તમને કંટાળો આવતો હોય, તો ધૂમકેતુ સાહેબની આ ટૂંકી વાર્તાઓ વાંચો. આમાં ખાલી ૧૦-૧૫ પેજની અદભુત વાર્તાઓ છે. એક વાર્તા પૂરી કરો એટલે જાણે એક આખી બુક પૂરી કર્યાનો અલગ જ સંતોષ મળશે. ટૂંકી વાર્તાઓ માટે આ પુસ્તક ઉત્તમ છે.
છેલ્લી વાત:
બસ મિત્રો, મોબાઈલ થોડીવાર સાઈડમાં મૂકો અને આ લિસ્ટમાંથી જે વિષય તમને ગમતો હોય (જેમ કે સસ્પેન્સ કે સાચી ઘટના), એની એક બુક મંગાવીને રોજ રાત્રે સૂતા પહેલા અડધો કલાક વાંચવાનું ચાલુ કરો.
તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા, તમારા જે મિત્રોને વાંચવાનો શોખ હોય પણ કંટાળી જતા હોય, એમને આ આર્ટિકલ WhatsApp પર જરૂર શેર કરજો!






0 Comments