શું તમારી બોર્ડની માર્કશીટમાં નામ, પપ્પાનું નામ કે અટકમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે? ભૂલ સુધારવા સીધા ગાંધીનગર ધક્કા ખાવાની ભૂલ ન કરતા!
કેમ છો મિત્રો! Latest updateમાં તમારું સ્વાગત છે.
ઘણીવાર એવું બને કે આપણે ધોરણ ૧૦ કે ૧૨ ની બોર્ડની પરીક્ષા પાસ કરી લઈએ, અને જ્યારે ખુશી-ખુશી માર્કશીટ હાથમાં લઈએ ત્યારે ખબર પડે કે આપણા નામ, પપ્પાના નામ કે અટકના સ્પેલિંગમાં મોટી ભૂલ છે! બસ, પછી શરૂ થાય છે ટેન્શન. કારણ કે આ ભૂલ પાછળથી સરકારી નોકરી, પાસપોર્ટ કે કોલેજના એડમિશનમાં બહુ નડે છે.
મોટાભાગના લોકો આવી ભૂલ સુધારવા સીધા જ ગાંધીનગર બોર્ડની કચેરીએ દોડી જાય છે અને ધક્કા ખાય છે. પણ આજે હું તમને માર્કશીટમાં નામ સુધારવાની એકદમ સાચી અને સીધી રીત જણાવવા જઈ રહ્યો છું, જેથી તમારો સમય અને પૈસા બંને બચી જશે.
સ્ટેપ ૧: સીધા ગાંધીનગર જવાના બદલે આ કામ કરો
માર્કશીટમાં નામ સુધારવા માટે તમારે સૌથી પહેલાં સીધા ગાંધીનગર જવાની કોઈ જ જરૂર નથી! તમે જે શાળામાંથી ધોરણ ૧૦ કે ૧૨ પાસ કર્યું હોય, સૌથી પહેલાં એ તમારી જૂની શાળાનો સંપર્ક કરો. શાળાના ક્લાર્ક કે આચાર્યને મળશો એટલે તે તમને અરજી તૈયાર કરવામાં સાચું માર્ગદર્શન આપશે.
સ્ટેપ ૨: નામ સુધારાનું ફોર્મ
શાળામાંથી અથવા ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમારે 'નામ સુધારા માટેનું ફોર્મ' મેળવવાનું રહેશે. આ ફોર્મ બરાબર ભરીને, તેના પર તમારી શાળાના આચાર્ય (Principal) ની સહી અને સિક્કા કરાવવા બહુ જ જરૂરી છે. આના વગર ફોર્મ માન્ય નહિ ગણાય.
સ્ટેપ ૩: કયા કયા ડોક્યુમેન્ટ (આધાર-પુરાવા) જોઈશે?
ફોર્મની સાથે તમારે નીચે મુજબના કાગળિયા જોડવા પડશે:
- જેમાં ભૂલ છે તેવી તમારી અસલ (Original) માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ.
- શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે L.C. ની પ્રમાણિત નકલ (આના પર પણ આચાર્યના સહી-સિક્કા હોવા જોઈએ).
- તમારા જન્મના દાખલાની ઝેરોક્ષ.
- તમારું આધાર કાર્ડ અથવા કોઈ માન્ય સરકારી ઓળખપત્રની નકલ.
- ખાસ નોંધ: જો તમારું નામ કે અટક આખેઆખી બદલાઈ ગઈ હોય, તો તમારે 'સરકારી ગેઝેટ (Government Gazette)' ની નકલ અથવા નોટરી કરાવેલું 'એફિડેવિટ (સોગંદનામું)' પણ આપવું પડશે.
સ્ટેપ ૪: ફોર્મ જમા કરાવવું
ફોર્મ અને બધા ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય, એટલે બોર્ડ દ્વારા નક્કી કરેલી ફી (જે ડિમાન્ડ ડ્રાફ્ટ - DD કે ચલણ સ્વરૂપે હોય છે) સાથે આ આખી ફાઈલ તમારે શાળા મારફતે અથવા તો જાતે જઈને ગાંધીનગર બોર્ડની કચેરીમાં જમા કરાવવાની હોય છે.
Bhai ની ખાસ ટિપ (યાદ રાખો):
જો તમારા નામ કે સ્પેલિંગની ભૂલ શાળાના ચોપડે એટલે કે 'જનરલ રજિસ્ટર (G.R.) બુક' માં સાચી હોય અને ખાલી બોર્ડની માર્કશીટમાં જ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય, તો તમારો આ સુધારો બહુ જ ઝડપથી અને સરળતાથી થઈ જશે!
તો મિત્રો, જો તમારા કે તમારા કોઈ સગા-સંબંધીના છોકરાઓની માર્કશીટમાં ભૂલ હોય, તો મુંઝાવાની જરૂર નથી. ઉપર બતાવેલી પ્રોસેસ પ્રમાણે શાંતિથી કામ પતાવી લો.
આ અગત્યની માહિતી ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવા માટે આ પોસ્ટને અત્યારે જ તમારા WhatsApp ગ્રુપમાં શેર કરો.
આવી જ કામની, સાચી અને 100% દેશી માહિતી માટે તમારા પોતાના Latest update બ્લોગની મુલાકાત લેતા રહેજો. આભાર!!

0 Comments