બાળકોનું બેંકમાં ખાતું નથી? તો પણ વાપરી શકશે Google Pay! જાણો GPay ના નવા 'Pocket Money' ફીચર વિશે
કેમ છો મિત્રો! Latest updateમાં તમારું સ્વાગત છે.
યાર, આજકાલના જમાનામાં બાળકોને બહાર નાસ્તો કરવા જવું હોય, ટ્યુશન ક્લાસની ફી ભરવી હોય કે મિત્રો સાથે ફરવા જવું હોય... બધે જ ઓનલાઈન પેમેન્ટ (UPI) ની જરૂર પડે છે. પણ લોચો ક્યાં પડે છે? બાળકોની ઉંમર નાની હોવાથી તેમનું બેંકમાં ખાતું નથી હોતું, અને બેંક એકાઉન્ટ વગર ગુગલ પે (Google Pay) ચાલુ ન થાય! એટલે કંટાળીને આપણે તેમને રોકડા પૈસા આપવા પડે છે.
પણ હવે ગૂગલ પે વાળા એક જબરદસ્ત જુગાડ લઈને આવ્યા છે! ભારત સરકારની NPCI ની નવી 'UPI Circle' સિસ્ટમ દ્વારા ગૂગલ પે માં એક નવું 'Pocket Money' (પોકેટ મની) ફીચર આવ્યું છે.
આ ફીચરથી તમારું બાળક પોતાના મોબાઈલથી જ દુકાનદારને સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે, એ પણ બેંક એકાઉન્ટ વગર! તો આ જાદુ કેવી રીતે કામ કરે છે અને તેને ચાલુ કેવી રીતે કરવું? ચાલો સાવ સીધી ભાષામાં સમજી લઈએ.
આ 'પોકેટ મની' ફીચર શું છે અને કેવી રીતે કામ કરે છે?
આ સિસ્ટમમાં બે લોકો હોય છે:
૧. પ્રાઇમરી યુઝર (તમે પોતે): જેના બેંક ખાતામાંથી પૈસા કપાવાના છે.
૨. સેકન્ડરી યુઝર (તમારું બાળક કે પત્ની): જેમના ફોનમાં બેંક ખાતું લિંક નથી, પણ તેમને ખાલી સ્કેન કરીને પૈસા વાપરવા છે.
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે બાળકના ફોનમાં ગૂગલ પે હોવું જોઈએ, પણ બેંક એકાઉન્ટની કોઈ જરૂર નથી! દુકાને જઈને બાળક પોતાના ફોનથી QR કોડ સ્કેન કરશે, પણ પૈસા સીધા તમારા (પપ્પાના) બેંક ખાતામાંથી કપાશે! તમે આવા કુલ ૫ લોકોને તમારા ખાતા સાથે જોડી શકો છો.
કંટ્રોલ પૂરો તમારા હાથમાં! (છોકરાઓ પૈસા ઉડાડી નહિ દે)
હવે તમને એમ થશે કે જો છોકરાના હાથમાં ગુગલ પે આવી જશે, તો એ તો ગમે ત્યાં પૈસા ઉડાડશે! તો ભાઈ, ગુગલ વાળા બહુ હોશિયાર છે. બાળકો પર લગામ રાખવા માટે તેમણે 2 ઓપ્શન આપ્યા છે:
- ઓપ્શન ૧: મહિનાની લિમિટ બાંધી દો (Monthly Limit): આમાં તમે નક્કી કરી શકો કે બાળક મહિનામાં વધુમાં વધુ કેટલા રૂપિયા (દા.ત. ૨૦૦૦ કે ૫૦૦૦ રૂપિયા) વાપરી શકશે. (આ લિમિટ મેક્સિમમ ૧૫,૦૦૦ સુધી રાખી શકાય). આ લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી બાળક તમારી પરમિશન વગર દુકાને પેમેન્ટ કરી શકશે.
- ઓપ્શન ૨: દરેક પેમેન્ટમાં પૂછવા આવશે (Approve Every Payment):
જો છોકરું સાવ નાનું હોય અને તમારે એકે-એક રૂપિયાનો હિસાબ રાખવો હોય, તો આ ઓપ્શન બેસ્ટ છે. આમાં જ્યારે પણ બાળક દુકાને જઈને સ્કેન કરીને રકમ નાખશે, ત્યારે પેમેન્ટ નહિ થાય! પણ તમારા ફોનમાં એક મેસેજ (Request) આવશે. તમે તમારા ફોનમાંથી 'Approve' (હા પાડશો) કરશો અને પિન નાખશો, પછી જ બાળકના ફોનથી પેમેન્ટ સક્સેસફુલ થશે!
તમારા ફોનમાં આ ફીચર કેવી રીતે ચાલુ કરવું? (સાવ સહેલા સ્ટેપ્સ)
૧. સૌથી પહેલા તમારા ફોનમાં Google Pay ખોલો અને ઉપર ખૂણામાં તમારા ફોટા (Profile) પર ક્લિક કરો.
૨. ત્યાં તમને નવું ઓપ્શન દેખાશે 'UPI Circle' તેના પર ક્લિક કરો અને તેમાં 'Set up Pocket Money' પસંદ કરો.
૩. હવે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી તમારા બાળકનો નંબર શોધીને સિલેક્ટ કરો. (યાદ રહે: બાળકના ફોનમાં પણ ગુગલ પે ડાઉનલોડ કરેલું હોવું જોઈએ).
૪. હવે બાળકના ફોનમાં દેખાતો UPI Circle નો QR કોડ તમારા ફોનથી સ્કેન કરો.
૫. સ્કેન કર્યા પછી ઉપર જણાવ્યા મુજબ બે માંથી એક ઓપ્શન પસંદ કરો (મહિનાની લિમિટ રાખવી છે કે અપ્રૂવ વાળી સિસ્ટમ).
૬. બેંકના નિયમ મુજબ, તમારે બાળક સાથે તમારો સંબંધ (Relationship) સિલેક્ટ કરી તેનું કોઈ સરકારી આઈડી (જેમ કે આધારકાર્ડ નંબર) નાખવો પડશે.
૭. છેલ્લે, તમારો UPI પિન નાખીને બાળકને 'Invite' મોકલી દો.
બસ! હવે જેવું તમારું બાળક પોતાના ફોનમાં એ ઈન્વિટેશન એક્સેપ્ટ (સ્વીકાર) કરશે, એટલે તેના ફોનમાં ગુગલ પે ચાલુ થઈ જશે!
Bhai ની વાત:
તો મિત્રો, છે ને એકદમ જોરદાર અપડેટ? હવે બાળકોને છૂટા પૈસા આપવાની કે એટીએમ કાર્ડ આપવાની કોઈ મગજમારી નહિ. બધો જ કંટ્રોલ તમારા મોબાઈલમાં!
આ માહિતી ગુજરાતના દરેક માતા-પિતા અને ફેમિલી વાળા માટે બહુ જ કામની છે. તો અત્યારે જ આ લેખની લિંક કોપી કરીને તમારા મિત્રો અને સગાસંબંધીઓના WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો. આવી જ કામની, સાચી અને 100% દેશી માહિતી માટે તમારા પોતાના Latest update બ્લોગની મુલાકાત લેતા રહેજો. આભાર!



0 Comments