તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ: કયા વિષયમાંથી કેટલું પૂછાશે?
જો તમારે સરકારી નોકરીની પરીક્ષા પાસ કરવી હોય, તો સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે ચોપડીઓમાંથી શું વાંચવું અને શું છોડવું. ગોખણપટ્ટી કરવાનો જમાનો હવે ગયો દોસ્તો, હવે સ્માર્ટ વર્કનો ટાઈમ છે. એટલે જ આજે આપણે કોઈ આડીઅવળી વાતો કર્યા વગર સીધી જ પોઈન્ટ-ટુ-પોઈન્ટ વાત કરીશું કે પરીક્ષામાં કયા વિષય પર વધારે ભાર આપવાનો છે.
પરીક્ષાનું માળખું (કુલ 150 માર્કસની ગેમ)
સૌથી પહેલા મગજમાં એ ફિટ કરી લો કે પેપર કેટલા માર્કસનું છે અને કયા વિષયનું વેઈટેજ કેટલું છે:- જનરલ અવેરનેસ અને જીકે (GK): 70 માર્કસ (ગુજરાતી માધ્યમ)
- ગુજરાતી ભાષા અને વ્યાકરણ: 20 માર્કસ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણ: 20 માર્કસ
- ગણિત અને રિઝનિંગ: 40 માર્કસ (ગુજરાતી માધ્યમ)
- પરીક્ષાનો કુલ સમય: 2 કલાક
1. જનરલ નોલેજ (GK) નો દરિયો (70 માર્કસ)
આ 70 માર્કસમાં બધું જ આવી જાય છે. ચાલો જોઈએ આમાં તમારે કયા કયા ટોપિક કવર કરવાના છે:- ઇતિહાસ અને વારસો: સિંધુ ખીણની સંસ્કૃતિ, વૈદિક યુગ, ગુજરાતના મુખ્ય રાજવંશો (મૈત્રક, સોલંકી, વાઘેલા), 1857નો વિપ્લવ, મહાગુજરાત આંદોલન અને ગાંધીજીના વિચારો. સાથે જ ગુજરાતના મેળા, ઉત્સવો, ભવાઈ અને સાહિત્ય ખાસ કરી લેવા.
- ભૂગોળ: પૃથ્વીની આંતરિક રચના, આબોહવા, ભૂકંપ, જ્વાળામુખી અને ગુજરાતની વસ્તી ગણતરીને લગતા ડેટા.
- બંધારણ અને પંચાયતી રાજ: મૂળભૂત અધિકારો, રાષ્ટ્રપતિ/વડાપ્રધાનની સત્તાઓ, ન્યાયપાલિકા, RTI એક્ટ અને પંચાયતી રાજનો આખો ઇતિહાસ (ત્રિ-સ્તરીય માળખું ખાસ જોવું).
- અર્થતંત્ર અને યોજનાઓ: ગુજરાત અને કેન્દ્ર સરકારની નવી કલ્યાણકારી યોજનાઓ, RBI ના કાર્યો, કૃષિ ક્રાંતિઓ અને પંચવર્ષીય યોજનાઓ.
- વિજ્ઞાન અને કરંટ અફેર્સ: રોજબરોજનું વિજ્ઞાન, પર્યાવરણને લગતા મુદ્દા (ક્લાઈમેટ ચેન્જ), અને હાલમાં દેશ-દુનિયામાં ચાલતા લેટેસ્ટ બનાવો (કરંટ અફેર્સ).
2. રોકડા માર્કસ અપાવતું વ્યાકરણ (40 માર્કસ)
અહીં 20 માર્કસ અંગ્રેજીના અને 20 માર્કસ ગુજરાતીના છે.- ગુજરાતી વ્યાકરણમાં શું પૂછાશે? રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દસમૂહ માટે એક શબ્દ, જોડણી, અને સંધિ. આ એવા ટોપિક છે જેમાં તમે થોડી પ્રેક્ટિસ કરો તો પૂરા માર્કસ ખેંચી શકો છો.
- અંગ્રેજી વ્યાકરણમાં શું કરવું? Tenses (કાળ), Active-Passive Voice, Direct-Indirect Speech, Articles, Nouns/Pronouns, Synonyms/Antonyms અને શબ્દભંડોળ (Vocabulary) પર પકડ જમાવવી પડશે.
3. ગણિત અને રિઝનિંગ (40 માર્કસ)
ઘણા મિત્રો ગણિતથી ડરતા હોય છે, પણ હવે 40 માર્કસનું ગણિત છે એટલે ડરીને કામ નહીં ચાલે.આમાં તમારે ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધો, ટકાવારી, નફો-ખોટ, સમય અને અંતર, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ક્ષેત્રફળ અને ઘનફળ, લ.સા.અ અને ગુ.સા.અ જેવા પાયાના ચેપ્ટર ગણી નાખવાના છે. સાથે કેલેન્ડર અને ઘડિયાળના દાખલા પણ જોવા.
સ્માર્ટ તૈયારી માટેની સિક્રેટ માહિતી (70 માર્કસનું વિભાજન)
તમારી મહેનત સાચી દિશામાં થાય એ માટે જીકેના 70 માર્કસ કેવી રીતે વહેંચાયેલા છે તે સમજી લો:- 25 માર્કસ: ઇતિહાસ, વારસો અને ભૂગોળમાંથી.
- 25 માર્કસ: રમતગમત, બંધારણ, પંચાયતી રાજ અને સરકારી યોજનાઓમાંથી.
- 20 માર્કસ: અર્થતંત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી અને કરંટ અફેર્સમાંથી.
તૈયારી કરતા તમારા દરેક મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં આ સિલેબસ શેર કરી દેજો જેથી
સૌને મદદ મળી રહે. બેસ્ટ ઓફ લક!

0 Comments