5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ કેવી રીતે બનાવવું?

કેમ છો મિત્રો, latest updateમાં તમારું સ્વાગત છે.
જ્યારે ઘરમાં નવું બાળક જન્મે, ત્યારે માતા-પિતાને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે, "આવડા નાના છોકરાનું આધાર કાર્ડ કેવી રીતે નીકળશે? શું મશીનમાં તેના નાના-નાના આંગળાની છાપ લેવાશે? શું નાના છોકરાને લઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે?"
જો તમારા મનમાં પણ આવા સવાલો છે, તો ટેન્શન છોડી દો! આજે હું તમને ૫ વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ (જેને 'બાલ આધાર' કહેવાય છે) કઢાવવાની એકદમ દેશી અને સીધી રીત બતાવવાનો છું, જેમાં તમારે લાઈનમાં પણ ઊભા નહિ રહેવું પડે.
'બાલ આધાર' (Blue Aadhaar) શું છે?
સરકાર ૫ વર્ષથી નાના બાળકો માટે એક ખાસ બ્લુ (વાદળી) કલરનું આધાર કાર્ડ આપે છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે, આમાં બાળકના ફિંગરપ્રિન્ટ (અંગૂઠાની છાપ) કે આંખનું સ્કેનિંગ લેવામાં આવતું નથી! કારણ કે નાના બાળકોના હાથની રેખાઓ સતત બદલાતી હોય છે. આ કાર્ડ સીધું માતા અથવા પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવે છે.
નાના બાળક માટે આધાર કાર્ડ કેમ કઢાવવું જોઈએ?
ઘણા લોકો કહે છે કે "છોકરું મોટું થાય પછી નિરાંતે કઢાવીશું". પણ ભાઈ, અત્યારે ડગલે ને પગલે તેની જરૂર પડે છે:• નર્સરી કે સ્કૂલમાં (RTE હેઠળ) એડમિશન લેવા માટે.
• બાળકના નામે બેંકમાં ખાતું ખોલાવવા (જેમ કે દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના).
• પાસપોર્ટ કઢાવવા કે પ્લેનમાં મુસાફરી કરવા.
• સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ લેવા.
ફાઈલ તૈયાર કરો! (માત્ર આ 3 જ કાગળ જોઈશે)
૨. માતા અથવા પિતાનું આધાર કાર્ડ: (જેની સાથે બાળકના કાર્ડને લિંક કરવાનું છે).
૩. ચાલુ મોબાઈલ નંબર: (જેમાં OTP અને મેસેજ આવી શકે).
ખાલી હાથે ઓફિસે જવા કરતાં ઘરેથી જ આ ૩ વસ્તુઓ તૈયાર રાખજો:
૧. જન્મનો દાખલો (Birth Certificate): બાળકના જન્મનું ઓરિજિનલ પ્રમાણપત્ર.૨. માતા અથવા પિતાનું આધાર કાર્ડ: (જેની સાથે બાળકના કાર્ડને લિંક કરવાનું છે).
૩. ચાલુ મોબાઈલ નંબર: (જેમાં OTP અને મેસેજ આવી શકે).
બસ! બાળકના કોઈ પાસપોર્ટ સાઇઝના ફોટા ઘરેથી નથી લઈ જવાના, કેમ કે ફોટો ત્યાં જ લાઈવ પાડવામાં આવશે.
કોઈ લાઈન વગર આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું? (સ્માર્ટ જુગાડ)
બાળકને લઈને આધાર સેન્ટરની બહાર કલાકો સુધી ઊભા ન રહેવું હોય, તો ઘરેથી આટલું કરીને જજો:સ્ટેપ ૧: તમારા મોબાઈલમાં ગૂગલ પર 'UIDAI Book Appointment' સર્ચ કરો.
સ્ટેપ ૨: તેમાં તમારા શહેરનું નજીકનું આધાર કેન્દ્ર સિલેક્ટ કરો અને તમારી અનુકૂળતા મુજબનો દિવસ અને સમય બુક કરી લો. (આનાથી તમારો ટાઈમ ફિક્સ થઈ જશે).
સ્ટેપ ૩: બુકિંગ વાળા સમયે બાળકને લઈને આધાર કેન્દ્ર પર પહોંચી જાવ.
સ્ટેપ ૪: ત્યાં ઓફિસર તમારા ખોળામાં બેઠેલા બાળકનો ખાલી એક ફોટો પાડશે અને તમારું (પિતા/માતાનું) આધાર કાર્ડ કોમ્પ્યુટરમાં નાખીને લિંક કરી દેશે.
સ્ટેપ ૫: માંડ ૧૦ મિનિટમાં કામ પૂરું! તમને એક રસીદ મળશે, એ લઈને ઘરે આવી જવાનું. થોડા દિવસોમાં ટપાલ દ્વારા બ્લુ કલરનું સ્માર્ટ આધાર કાર્ડ તમારા ઘરે આવી જશે!
(ખાસ નોંધ: ૫ વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે સરકાર ૧ રૂપિયો પણ ફી લેતી નથી, આ સાવ મફત છે!)
સૌથી મોટો નિયમ, જે કોઈને ખબર નથી! (મોટી ભૂલ ન કરતા)
બાલ આધાર કાર્ડ કઢાવ્યા પછી એવું ન વિચારતા કે હવે આખી જિંદગી નિરાંત! જ્યારે તમારું બાળક બરાબર ૫ વર્ષનું થાય, ત્યારે તેને ફરીથી આધાર કેન્દ્ર પર લઈ જવું ફરજિયાત છે. ત્યાં જઈને બાળકના દસેય આંગળાની છાપ (ફિંગરપ્રિન્ટ) અને આંખનું સ્કેનિંગ કરાવવું પડશે. જો તમે ૫ વર્ષ પછી આ બાયોમેટ્રિક અપડેટ નહિ કરાવો, તો બાળકના આધાર કાર્ડને રદ્દ (Invalid) કરી દેવામાં આવશે!
Bhai ની વાત:
તો મિત્રો, છે ને એકદમ સહેલું કામ? નાના બાળકોના આધાર કાર્ડ માટે હવે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી.આ માહિતી દરેક નવા માતા-પિતા અને જેમના ઘરમાં નાના ભૂલકાંઓ છે તેમના માટે ખૂબ જ જરૂરી છે. તો અત્યારે જ આ લેખની લિંક કોપી કરીને તમારા ફેમિલી અને મિત્રોના WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો. આવી જ કામની, સાચી અને 100% દેશી માહિતી માટે તમારા પોતાના Latest update બ્લોગની મુલાકાત લેતા રહેજો. આભાર!
0 Comments